મોરબીના આલાપ રોડ પરથી વિદેશી દારૂની ૪ બોટલ સાથે ૨ ઇસમો પકડાયા

content_image_9faaee90-44ba-4dde-8474-4e415c5c37a1-1-300x193-1

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ આલાપ રોડ પર નાલા પાસેથી ૨ ઈસમને વિદેશી દારૂની ૪ બોટલ સાથે ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. સિટી એ ડિવિઝન પોલીસ કાફલો ગુનેગારોને શોધવા વૉચમાં હતો. ત્યારે આલાપ રોડ પર વિદેશી દારૂ સાથે ૨ ઇસમો ઝડપાઇ ગયા હતા. પૂછપરછ દરમિયાન બંને ઇસમોએ પોતાના નામ રઘુવિરસિંહ મહીપતસિંહ જાડેજા (ઉ.વ.૩૦ રહે.મોરબી કાલીકાપ્લોટ મોમાઇડેરી વાળી શેરી ) તેમજ કેશવ કરમશી ચંદ્રાલા (ઉ.વ.૫૦ રહે.મોરબી આલાપરોડ નવજીવન સોસાયટી પ્રાણજીવનભાઇ પટેલના ફલેટમાં મુળ રહે.વાછકપર બેડી તા.જી.રાજકોટ) આપ્યા હતા. પોલીસ આલાપ રોડ પર નાલા પાસેથી ૨ ઈસમને વિદેશી દારૂની ૪ બોટલ સાથે ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.