વડોદરા પાસે દેશી તમંચા સાથે મધ્યપ્રદેશનો ઈસમ પકડાયો

વડોદરા શહેરના બોડેલીથી ડભોઇ રોડ ઉપર સીમડીયા ગામના બસ સ્ટેન્ડ પરથી દેશી તમંચા સાથે મધ્યપ્રદેશના યુવાનને જિલ્લા પોલીસે પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લા SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને માહિતી મળતા પોલીસ તુરંત સ્થળ પર પહોંચી ગઇ હતી અને દેશી તમંચા સાથે યુવાનને ઝડપી લીધો હતો. આ દેશી તમંચો કયા હેતુ માટે રાખ્યો હતો. તે અંગેની માહિતી મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.તમંચો કમરમાં લટકાવીને ઉભેલા યુવાનને પકડી પાડ્યો. વડોદરા જિલ્લા SOG પોલીસ ડભોઇ-બોડેલી રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી. તે સમયે તેઓને માહિતી મળી હતી કે, સીમડીયા ગામના બસ સ્ટેન્ડ ઉપર એક યુવાન દેશી તમંચો લઇને ઉભો છે. પોલીસને માહિતી મળતા જ ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને દેશી તમંચો કમરમાં લટકાવીને ઉભેલા યુવાનને પકડી લીધો હતો. પોલીસે યુવાનની પૂછપરછ કરતા તેને પોતાનું નામ કાનજી કરશન બામણીયા (રહે. અંધારકાય ગામ, તા. કઠીવાડા, મધ્યપ્રદેશ)નો હોવાનું બહાર આવ્યું હતું. દેશી તમંચા સાથે મધ્યપ્રદેશનો યુવાન પકડાયો. દેશી તમંચો કયા હેતુ માટે રાખ્યો તેની તપાસ દરમિયાન પોલીસે કાનજી બામણીયા પાસેનો રૂપિયા 5000ની કિંમતનો તમંચો જપ્ત કર્યો હતો અને તેની સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. ડભોઇ પોલીસે SOGની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.