સાવલીમાંથી ગાંજાનો વેપાર કરનાર શખ્સ પકડાયો

સાવલી જિલ્લા એસઓજીને બાતમી મળેલ કે સાવલીથી ડેસર જતા રોડ ઉપર સાવલી ગામની સીમમાં ધોડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા ખેતરમાં રહેતા મોહનભાઈ ભલાભાઇ ભોઈ પોતાના રહેણાક મકાન ગાંજાના જથ્થાનો સંગ્રહ કરીને રાખેલ છે. જે બાતમી હકીકતના આધારે એસ.ઓ.જી ટીમ ત્વરિત કાર્યવાહી હાથ ધરી ધોળેશ્વર મહાદેવ પાસે આવેલા ખેતરમાં રહેતા મોહનભાઈ ભલાભાઇને ત્યાં દરોડો પાડી તેના મકાનમાં સંતાડી રાખેલ નશાકારક ગાંજો 396 ગ્રામ કિંમત રૂ.3,960 તથા મોબાઇલ મળી કુલ રૂપિયા 4,460 સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ગાંજાનો ગે.કા સંગ્રહ કરનાર મોહનભાઈ ભલાભાઈની વિરૃદ્ધમાં સાવલી પોલીસ મથકમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોરોપીક સબસ્ટન્સ એક્ટનો ગુન્હો દાખલ કરીને કાયદેસરની તજવીજ હાથ ધરેલ છે.