દાંતીવાડા તાલુકામાં પાછળથી બાઈકે ટક્કર મારતાં રાજસ્થાનના યુવાનનું મૃત્યુ

દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા નજીક પાછળ આવેલા બાઈક ચાલકે બાઇકને ટક્કર મારતાં ચાલકનું મૃત્યુ નિપજ્યું હતુ. રાજસ્થાનના વાછેડા ગામના પસાભાઈ ગેનાજી પાંથાવાડામાં કામકાજ અર્થ આવ્યા હતા. જે પોતાનું બાઈક નંબર આર.જે. 24. એસ.એલ. 4863 લઇ પાંથાવાડાથી પોતાના વતનમાં જઇ રહ્યા હતા. ત્યારે ભાંડોત્રા નજીક પાછળથી પુરઝડપે આવેલા બાઇક (આરજે 38 એસએફ 0056)ના ચાલકે ઓવરટેક કરવા જતાં બાઇકને ટક્કર મારી હતી. જેમાં પસાભાઈ નીચે પટકાયા હતા. જેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા ખાનગી વાહનમાં સારવાર માટે પાથાવાડા સીએચસીમાં લવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતુ.પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.