પાલનપુરના ચડોતર ગામમાં જુગાર રમતાં 13 સાગરીતો ઝડપાયા

પાલનપુરના ચડોતરમાં જુગાર રમતાં 13 સાગરીતોને પોલીસે પકડી પાડ્યા હતા. જેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 12,270 સહિતનો મુ્દામાલ જપ્ત કરીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી. પાલનપુર તાલુકા પીએસઆઇ બી. આર. પટેલે સ્ટાફ સાથે ચડોતરમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમતાં ચડોતરના મનુભાઇ દલાભાઇ જેસાતર, વિનોદભાઇ ડાયાજી જેસાતર, ભરતજી મંગાજી જેસાતર, શૈલેષજી ભગવાનજી જેસાતર, વિકાસભાઇ સવજીભાઇ જેસાતર, પાલનપુર તાલુકાના માલણના મફાભાઇ મગનભાઇ પરમાર, જગદીશભાઇ પશોત્તમભાઇ સોલંકી, રમેશજી સદાજી પાળા, ધનાજી હરીજી મકવાણા, અમરતભાઇ હરચંદભાઇ જોણાતર, શૈલેષજી શંકરજી માલુણા, જકશીજી નાથુજી પાળા અને પાલનપુરનો મહેશભાઇ હરીભાઇ રાવળને પકડી પાડ્યા હતા. જેમની પાસેથી રોકડ રૂપિયા 12,270 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.