રતનપર નજીક અજાણ્યા વાહન હડફેટે વૃધ્ધનું સારવારમાં મૃત્યુ

રાજકોટ,રતનપર નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા હડાળાના વૃધ્ધનું સારવારમાં મૃત્યુ નીપજયું હતું. જે અંગે કુવાડવા રોડ પોલીસે હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને વાહનચાલકની શોધખોળ હાથ ધરી હતી. હીટ એન્ડ રનની વધુ વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા હડાળા ગામે રહેતા ડાયાભાઈ જીવાભાઈ પરમાર (ઉ.વ.68) ગત રોજ રતનપરથી હડાળા ગામે જતા હતા. ત્યારે રતનપર પાસે રોડ ઓળંગતા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવેલ અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા ફંગોળાઈ ગયા હતા. જેમાં તેને શરીરે ગંભીર ઈજા થતાં સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો હતો. જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફે હીટ એન્ડ રનનો ગુનો નોંધી અકસ્માત સર્જનાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી હતી.