વણોઈમાં ખેતર-પ્લોટ બાબતે વૃદ્ધ ઉપર ધારિયાથી હુમલો .

ગાંધીધામ ,તા. ૪ :રાપર તાલુકાનાં વણોઈ ગામમાં ખેતર અને પ્લોટના અંગે પાંચ ઇસમોએ એક વૃદ્ધ ઉપર ધારિયા અને લાકડી વડે હુમલો કર્યો હતો. રાપરના વણોઈ ગામમાં રહેતા જેસિંગ પાંચાભાઈ ધેડા નામના વૃદ્ધ પાસે વિશન પરબત, ભવન જીવન , રૂડા જીવા દલિત, પરબત જીવા દલિત અને રમેશ જીવા દલિત નામના ઇસમો આવ્યા હતા. આ ઇસમોએ વૃદ્ધના ભાગનું ખેતર ઇસમોના પ્લોટના બદલામાં આપી દેવા કહેતા ફરિયાદી એવા આધેડે તેની ના પાડી હતી. દરમ્યાન ગુસ્સામાં આ ઇસમોએ ધારિયા, લાકડી, વડે હુમલો કરતાં વૃદ્ધને માથા, પગમાં ઇજાઓ પહોચી હતી. ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *