ભચાઉમાં પણ છ હજારનો શરાબ ઝડપાયો, આરોપી ફરાર.
પૂર્વ કચ્છમાં ભચાઉ નગરમાં સ્થાનિક પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં રૂ. ૬૨૦૦/- ની કિમત નો દારૂ-બીયર ઝડપાયો હતો પણ આરોપી દિલિપસિંહ ભગતસિંહ જાડેજા હાથમાં આવ્યો ના હતો. ગાંધીધામ બ્યૂરોએ પોલીસને ટાંકીને આપેલા અહેવાલ મુજબ ભચાઉ નગરમાં વિસ્તાર વિકાસ સતા મંડળ કચેરી પાછળ રેઇડ પાડી સ્થાનિક પોલીસે રૂ. ૬૨૦૦/- ની કિમતનો દારૂ અને બીયર ઝડપી પાડ્યો હતો. અલબત આરોપી દિલીપસિંહ જાડેજા હાથમાં આવ્યો ન હતો. પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીમાં દારૂની ૮ બોટલ અને બીયરના ૩૪ ટીન કબ્જે કરાયા હતા. તેમ પોલીસે ઉમેર્યું હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.