હળવદના શક્તિનગર પાસે બાઈકમાં દારૂની બોટલ સાથે બે સાગરીતો પકડાયા

હળવદ તાલુકાના શક્તિનગર ગામ નજીકથી પોલીસે બે સાગરીતોને અંગ્રેજી દારૂ સાથે પકડી પાડીને બાઈક અને દારૂની બોટલ કબ્જે કરી છે. હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શક્તિનગર ગામે હાઈવે રોડ પરથી પસાર થતા બાઈકને રોકી તલાશી લેતા અંગ્રેજી દારૂની ૦૧ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે બાઈક અને દારૂ સહીત ૨૦,૩૦૦ ની કિમતનો મુદામાલ કબ્જે કર્યો છે. આરોપી મહાવીરસિંહ જોરૂભા મસાણી રહે ધ્રાંગધ્રા અને ઋત્વિક દિલીપભાઈ મકવાણા રહે ઢુવા તા વાંકાનેર વાળાને પકડી પાડીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.