મોરબીના લાતીપ્લોટમાં જુગાર રમતા ત્રણ શખ્સોઓ પકડાયા

મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડીને કાયદેસર તજવીજ હાથ ધરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે લાતીપ્લોટ શેરી નં ૨-૩ વચ્ચે દરોડો પાડ્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા રીયાઝ ઇકબાલશા શાહમદાર, સાદિક અબ્દુલ સુમરા અને દિલીપ અમરશી જાદવ એમ ત્રણ પત્તાપ્રેમીઓને પકડી પાડીને પોલીસે રોકડ રકમ રૂ.૧૩,૮૫૦ કબ્જે કરી છે. પોલીસે આગળની કાયદેસર તજવીજ હાથ ધરી છે.