મોરબીમાં બંધ કોમ્પ્લેક્ષની છત પરથી ૧૭ બોટલ ઈંગ્લીશ દારૂ પકડાયો

મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં બંધ કોમ્પ્લેક્ષની છત પર દરોડો પાડીને પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે તો આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૦૮ માં બંધ કોમ્પ્લેક્ષની છત પર દારૂ હોવાની બાતમીને પગલે દરોડો પાડ્યો હતો. જેમાં છત પરથી ઈંગ્લીશ દારૂની ૧૭ બોટલ કિંમત રૂ.૫,૧૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. તો આરોપી વિરલ જગદીશ લુહાણા રહે ગ્રીન્ચોક મોરબી વાળાનું નામ ખુલતા શખ્સને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.