જેતલસર પાસે વાડીમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

રાજકોટ, જેતપુર નજીક જેતલસર પાસે વાડીમાં ચલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ ઇસમોની અટક કરી રૂ.1 લાખની રોકડ સહીત રૂ.1.40 લાખનો મુદ્દામાલ જપ્ત  કર્યો છે. મળતી વિગતો અનુસાર જેતલસર નજીક રસિક શીવાભાઈ ઠુમ્મરની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આઘારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા વાડી માલિક રસિક ઉપરાંત ભીખુભાઈ મેરામભાઇ ખાચર, કલ્પેશભાઈ પ્રવીણભાઈ સાવલિયા, દિનેશભાઈ ધનજીભાઈ વાલાણી, દિલીપ અંતનરાય છાંટબાર અને રમેશચંદ્ર નરભેરામ નથવાણીની અટક કરી રૂ.1 લાખની રોકડ સાથે છ મોબાઈલ સહીત રૂ.1.40 લાખનો મુદ્દામલા જપ્ત કયો છે. આ અંગે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.