ખંભાળિયા પાસે વિદેશી દારૂ સાથે બે સાગરીતો પકડાયા: એકની શોધખોળ

ખંભાળિયા નજીક સલાયા ચોકડી પાસે સરકારી હોસ્પિટલ નજીકથી રાત્રિના અરસામાં જી.જે. 37 સી. 4595 નંબરના મોટરસાયકલ પર જઈ રહેલા રાજન ઉર્ફે રાજીયો પરસોતમ હડીયલ (ઉ.વ. 25) તથા મહેશ ઉર્ફે મૈલોલો માલદે અસવાર (ઉ.વ. 19) નામના બે સાગરીતોને પોલીસે અટકાવી ચેકિંગ કરતા તેઓ દ્વારા છુપાવીને લઈ જવામાં આવતી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા 1,600 ની કિંમતનો વિદેશી દારૂ, રૂપિયા 30,000 ની કિંમતના મોટરસાયકલ તથા રૂપિયા 15,500ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 47,100 નો મુદ્દામાલ જપ્ત કરી, ઉપરોક્ત બંને સાગરીતોની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં નરેન્દ્ર ચોપડા નામના એક સાગરીતનું નામ પણ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.