માળિયાથી દેશી તમંચો-જીવતા કાર્ટીસ સાથે એક ઈસમ પકડાયો

માળિયાના નવા રેલ્વે સ્ટેશન રોડ પરથી પોલીસ ટીમે એક ઈસમને પકડી પાડીને ગેરકાયદેસર સિંગલ બેરલ હાથ બનાવટનો તમંચો અને જીવતા કાર્ટિસ કબ્જે કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમીને આધારે નવા રેલ્વે સ્ટેશન રોડ પરથી ઈસમ તાજમહમદ ઉર્ફે તાજું કરીમભાઈ સંઘવાણી (ઉ.વ.35) વાળા શખ્સને પકડી પાડીને દેશી તમંચો કિંમત રૂ.5,000 અને એક જીવતો કાર્ટિસ કબ્જે કરી ઈસમ વિરુધ્ધ આર્મ્સ એક્ટ મુજબ તજવીજ કરવામાં આવી છે. જે કામગીરી માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ અને મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતની ટીમ જોડાયેલી હતી.