ચોટીલાના ઢાંકણીયા ગામની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

20180718_162146-1-1024x560-3

ચોટીલા તાલુકાનાં ઢાંકણીયા ગામની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા છે. નાની મોલડી પોલીસ સ્ટેશને પાંચ શખ્સો સામે ગુનો દાખલ થયો છે. મોબાઈલ સહિત રોકડ રકમ કબ્જે કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢાંકણીયા ગામ ખાતે જુગાર રમાતો હોવાની બાતમી મળતા ઢાંકણીયા ગામની સીમમાં  જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. અને પાંચ શખ્સો સામે નાની મોલડી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં 10,580 રોકડ તેમજ 6 મોબાઈલ 500 રૂપિયા સહિતનો મુદામાલ કબજે કરી અને આગળની તપાસ હાથ ધરી છે.