ટંકારાના હડમતીયા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

ટંકારા – જૂના હડમતીયા રોડ પર સ્મશાન નજીકથી એક ઈસમને રૂ.૯,૬૦૦ ની ૩૨ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ટંકારા પોલીસ ધોરણસરની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ કાફલો પેટ્રોલિંગ હતો. ત્યારે બાતમીના આધારે ટંકારા-જૂના હડમતીયા રોડ પર સ્મશાન નજીકથી સલીમ મુસા ઉર્ફે બાબુ કુમરિયા નામનો ઈસમ અંગ્રેજી દારૂની ૩૨ બોટલ સાથે ઝડપાઇ ગયો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.