વડોદરા, ડભોઇરોડ, બાવરી કુંભારવાડા અને દાંડિયાબજારમાંથી પોલીસે ૧૫ હજારના વિદેશી શરાબ સાથે બે આરોપી ઝડપાયા

વડોદરા, ડભોઇરોડ, બાવરી કુંભારવાડા અને દાંડિયાબજારમાંથી પોલીસે વિદેશી શરાબનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે બે શખ્સોઓની અટક કરી છે. જ્યારે એક આરોપી પોલીસની દરોડો જોઇને ભાગી ગયો હતો. ડી.સી.બી.પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે સમયે માહિતી મળી હતી કે, ડભોઇરોડ ગણેશનગર પાસે પેટ્રોલપંપની સામેની ગલીમાં રહેતો ચેતન ઉર્ફે દર્શન મુકેશભાઇ શાહ વિદેશી શરાબનો ધંધો કરે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા તેની પાસેથી શરાબના ટેટ્રા પેકના પાંચ પાઉચ કિંમત રૂપિયા ૧૦,૨૫૦ ના મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની સામે ગુનો નોંધાયો હતો. અન્ય એક બનાવમાં વાડી પોલીસને માહિતી મળી હતી. કે બાવરી કુંભારવાડામાં રહેતો ચેતન લીમગાંવકર પોતાના ઘરે શરાબનું વેચાણ કરે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસને ઘરમાંથી વિદેશી શરાબની ૯ બોટલ કિંમત રૂપિયા ૪,૫૦૦ ની મળી આવી હતી. પરંતુ પોલીસને જોઇને ચેતન નાસી ગયો હતો. રાવપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન દાંડિયાબજાર પીરામીતાર રોડ પર એક વ્યક્તિ વજનદાર થેલો લઇને જતો હતો. પોલીસે તેને ઝડપી તપાસ કરતા થેલામાંથી વિદેશી શરાબની બે બોટલ કિંમત રૂપિયા એક હજારની મળી આવી હતી.પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.