વઢવાણ ભોયરાપાના નાકા પાસે મકાનમાંથી 7 ઇસમો પકડાયા

વઢવાણ શહેરના ધોળીપોળ અંદર ચંદનચોક, ભોયરાપરાના નાકા પાસે આવેલા રહેણાક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ ડી.ડી.ચુડાસમાએ વોરંટ સાથે દરોડો પાડ્યો હતો. પોલીસે રહેણાક મકાનવાળા જાનીશાર મહેમુદભાઈ જોગાણી, અનવરભાઈ ઉર્ફે મહમંદહનીફ ઉર્ફે અની અબ્દુલભાઈ મીણાપરા, યુનુશભાઈ અહેમદભાઈ બાવળીયા, ફકીરમહમદ હુશેનભાઈ જાંગડ, સાદીકભાઈ અબ્બાસભાઈ જરગેલા, જુશબભાઈ આદમભાઈ કોંઢીયા અને નજીરભાઈ યાકુબભાઈ જરગેલાના જુગાર રમતા પકડી પાડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે રૂ.16,230 ની રોકડ 16,000ની કિંમતના 6 મોબાઇલ અને રૂ.25,000 ની કિંમતનું 1 બાઇક સહિત 57,230 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડામાં પ્રદ્યુમનસિંહ ઝાલા, રવિન્દ્રસિંહ ડોડીયા, પ્રદીપભાઈ ગઢવી, વિક્રમસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.