નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની દેશી હાથ બનાવટની બાર બોર બંદુક તથા જીવતા કાર્ટિસ સાથે બે ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ ગુજરાત રાજયમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણ અને ઉપયોગ સંબંધી પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા માટે તા. 01/02/2022 થી તા. 28/02/2022 સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોઈ તે અન્વયે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરંભ સિંઘ સાહેબ નાઓએ અસમાજિક પ્રવૃતિ નાબુદ કરવા સુચના આપી અલગ અલગ ટીમો બનાવેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરશ્રી એચ.એમ. ગોહિલ તથા પો.સબ. ઇન્સ.શ્રી આઈ. એચ. હિંગોરાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન તા.11/02/2022 ના રોજ એલ.સી.બી સ્ટાફના કર્મચારીઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન રામપર થી ફોર્ટ મહાદેવ તરફ જતાં રસ્તે એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડી શંકાસ્પદ રીતે આવતા તે શંકાસ્પદ ફોર વ્હીલર ગાડી ઉભી રખાવતા ગાડીનો ચાલક ગાડીનો દરવાજો ખોલી નીચે ઉતરી નાશી ગયેલ. જ્યારે ગાડીમાં આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેઠેલ એક ઈસમ તથા પાછળની સીટ ઉપર બેઠેલ એક ઈસમ એમ બંને ઇસમોને કોર્ડન કરી પકડી નામ-ઠામ પુછતાં અબ્દુલ અલીમામદ લાંગાય ઉ.વ. 27 રહેવાસી રસલીયા તા. નખત્રાણા, ઓસામાણ આદમભાઇ લાંગાઈ ઉ.વ. 28 રહેવાસી રસલીયા તા નખત્રાણા વાળાઓ હોઈ જ્યારે નાશી જનાર ઈસમ સિકંદર જાકબ લુહાર રહે. બાલાચોળ તા. નખત્રાણા વાળો હોવાનું જણાવતા હાજર મળી આવેલ બંને ઇસમોના કબજાની મારૂતી કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર વગરનીમાં તપાસ કરતાં હાથ બનાવટ બાર બોરની બંદુક નંગ 1 કિંમત રૂ.1,000 તથા જીવતા કાર્ટિસ નંગ 5 કિંમત રૂ.500 ના ગેરકાયદેસર હથિયાર તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂ.10,000 તથા મારૂતી કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર વગરની સ્વીફ્ટ કાર કિંમત રૂ.4,00,000 એમ કુલ મુદામાલ કિંમત રૂ.4,11,500 તથા જીવતા કાર્ટિસ મળી આવેલ જે અંગે આધાર-પુરાવા તથા લાયસન્સ ન હોઈ જેથી આ અંગે નાશી જનાર તથા પકડાયેલ બંને ઇસમો વિરૂધ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.