ભચાઉમાં બંધ કંપનીમાંથી 60 હજારની મતાની ચોરી

રાપર, ભચાઉના બંધ ઔદ્યોગિક એકમમાંથી રૂ. 60 હજારની મતાની ચોરી થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર આ બનાવ બપોરના અરસા થી બીજા દિવસના રાત્રિના અરસામાં નવાગામ ખાતે આવેલી યુરો સિરામિક કંપની ખાતે બન્યો હતો. તસ્કરોએ બારનો કાચ તોડી અંદર ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. રૂ.15 હજારની કિંમતની મોટર અને 45 હજારની કિંમતનો 180 મીટર કોપર કેબલ સહિતની મતાની તસ્કરી કરી ગયા હતા. સુરક્ષાકર્મી સાધુરામ હરિસિંહ પ્રજાપતિની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.