ગાંધીધામ શહેરમાં આવેલા જનરલ સ્ટોરમાંથી તસ્કરો સાત હજારનું કરિયાણાની ચીજવસ્તુ ચોરી

ગાંધીધામ શહેરમાં આવેલા જનરલ સ્ટોરમાંથી તસ્કરો રૂ.7,345ની કિંમતની કરિયાણાની ચીજવસ્તુ તસ્કરી કરીને નાસી ગયા હતા. શહેરના આશાપુરા સોસાયટી જનતાકોલોની ભારતનનગરમાં આવેલી અરવિંદ કરમશી જનરલ સ્ટોરમાં ગત તા.11/2ના રાત્રિના અરસા થી તા.12/2ના સવારના અરસા સુધીનો તસ્કરીનો બનાવ બન્યો હતો. નિશાચરો દુકાનનું તાળું તોડી અહીંથી ચોખા-ખાંડના બાચકા, ચા, બેસન, સોજીના પેકેટ, વીમલ ગુટખા, મેગી, સાબુદાણા, મોરૈયાનો પેકેટો, શિંગદાણા, તિરૂપતી તેલની બોટલ ચોકલેટ સહિતની સામગ્રીની તસ્કરી કરી લઈ ગયા હતા. ચોરાયેલા માલની કિંમત રૂ.7,345 આંકવામાં આવી હતી. આ બનાવ અંગે કરમશીભાઈ મનજીભાઈ ભાનુશાલીએ વિધિવત રીતે લખાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી છે.