ગાંધીધામમાં બાઈક ઉપર આવેલા બે અજાણ્યા ઈસમો મોબાઈલ ફોન ઝુંટવીને નાસી ગયા

ગાંધીધામ શહેરમાં પગે ચાલીને જતા શ્રમિક પાસેથી મોટર સાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો 6 હજારની કિંમતના મોબાઈલ ફોન ઝુંટવીને નાસી છૂટયો હતા. પોલીસસુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે મહેશ્વરી ઝુપડાંમાં રહેતા અને મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા ફરિયાદી રાજુભાઈ ચન્દ્રવલી શર્મા રાત્રિના અરસામાં પોતાના કામેથી ઘર તરફ જઈ રહ્યા હતા. તે વેળાએ તેમની પત્નીનો ફોન આવતા તેઓ મોબાઈલ ફોનમાં વાત કરતા હતા. તે વખતે ગુરૂકુળ પ્લોટ નં. 253/254 રોડ પર મોટર સાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો તેમની પાસેથી મોબાઈલ ફોન ઝુટવીને ફરાર થયા હતા. તહોમતદારો વીવો કંપનીનો મોબાઈલ ફોન લઈ ગયા હતા. તેની કિંમત રૂ.6 હજાર આંકવામાં આવી હતી. આ કૃત્યમાં સામેલ આરોપીને શોધવા માટે પોલીસ ચક્રોગતિમાન કર્યા છે.