વાંકાનેરના વરડુસર ગામની સીમમાંથી દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સ પકડાયો

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી વધી ગઈ હોય તેવો સિનારિયો જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ માળિયા પંથકમાંથી હથિયારો સાથે શખ્સોને પકડી લીધા બાદ આજે એસઓજી ટીમે વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ગેરકાયદેસર બંદુક સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરાની સુચનાથી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વરડુંસર ગામની સીમમાંથી આરોપી ચતુર લઘુભાઈ વિંજવાડિયા (ઉ.વ.૪૦) રહે વરડુસર વાળા શખ્સને ગેરકાયદેસર લાયસન્સ વિના દેશી હાથ બનાવટની જામનગરી બંદુક કિંમત રૂ.૧,૫૦૦ સાથે પકડી પાડ્યો હતો અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ તજવીજ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જે કામગીરીમાં એસઓજી પીઆઈ જે એમ આલ, પીએસઆઈ પી જી પનારા, રસિકભાઈ કડીવાર, શેખાભાઈ મોરી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, સંદીપભાઈ માવલાની ટીમ જોડાયેલ હતી.