જામજોધપુરના લૂંટના ગુનામાં 16 વર્ષથી નાસતો ફરતો શખ્સ ધ્રોલ પાસેથી પકડાયો

જામનગર, જામજોધપુરના ગોપ પાસે હાઇવે રોડ પર વાહનોને આંતરીને લૂંટને અંજામ આપી 16 વર્ષથી નાસતા ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોર્ડે ધ્રોલના લતીપર પાટિયા પાસેથી ઝડપી પાડી જામજોધપુર પોલીસના હવાલે કર્યો છે. જામજોધપુર પોલીસ મથક વિસ્તારમાં વર્ષ 2006 દરમિયાન રોડ પર આવતા જતાં વાહનોને આંતરીને લૂંટ કરતી ગેંગમાં સંડોવાયેલો મીઠીયો ઉર્ફે મીઠુ અકરમ વસુનીયા તે 16 વર્ષથી ગુના કરીને નાસ્તો ફરતો હતો. પેરોલ ફર્લો સ્કોર્ડને મળેલી બાતમીના આધારે જામનગર જિલ્લાના લતીપરના પાટિયા પાસેથી તેને 16 વર્ષ બાદ ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.