જંબુસરના કારેલી ગામે જુગાર રમતાં 2 પકડાયા, સાત પલાયન

ભરૂચ, જંબુસર તાલુકામાં આવેલાં કારેલી ગામે આવેલી જોબન તલાવાડી વગામાં આવેલી બોરડી નીચે કેટલાંક ઇસમોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી વેડચ પોલીસને મળી હતી. જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દોડી આવી રેડ પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જે પૈકીના રમેશ ગેમલસંગ પઢિયાર તેમજ જિજ્ઞેશ જયંતી પઢિયારને પોલીસે પકડી લીધા હતાં. જયેશ ચિમન પરમાર, ઠાકોર ભીખા પઢિયાર, કોયો ફુલમાળી, સુનિલ ઠાકોર પઢિયાર, કિરણ ઉર્ફે કિરીયો, સુરેશ બાબુ પરમાર તેમજ પુનમ ઉદેસંગ પરમાર પોલીસને ચકમો આપી નાસી ગયા હતાં. પોલીસની ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા તેમજ એક મોબાઇલ અને ત્રણ બાઇક મળી કુલ 51 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ વેડચ પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.