મોટર સાઈકલ ધૂમી ચલાવવા બાબતે બે ઇસમોએ યુવાનને ધોકા વડે માર માર્યો

મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં મોટર સાઈકલ ધૂમી ચલાવવા બાબતે બે ઇસમોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાઇ છે. મળતી માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા લેખરાજ રણજીતદાન ઈશરાની (ઉ.૩૨) મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ લખાવી છે કે ગાયત્રીનગર શેરી-૨ માં મોટર સાઈકલ ધીમું ચલવવા આરોપી જગદીશભાઈ કનુભાઈ લુહારને કહેતા તેને સારું નહિ લાગતા આરોપી જગદીશભાઈ એ ફરિયાદી લેખરાજ ગઢવીને ઢીકા પાટુંનો માર મારી આરોપી જગદીશભાઈના મોટાભાઈએ ધોકા વડે માથાના ભાગે માર મારતા ઈજા થઇ હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ લખાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.