રાપર પોલીસ સ્ટેશન વિસ્તારના ડાભુંડા ગામેથી ઇગ્લીશ દારૂનો (પ્રોહિબિશનનો) ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ, પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી. ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન અંગેની બદી નેસ્ટ નાબુદ કરવા સુચના આપેલ હોઈ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી એમ.એન.રાણા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ વી.એલ.પરમાર રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ડાભુંડા ગામે આવેલ આરોપી અજુભા કરશનજી રાઠોડ ઉ.વ.45 રહે.ડાભુંડા તા.રાપર કચ્છવાળો કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ-બિયરની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 74 તથા અંગ્રેજી દારૂના ક્વાટરિયા 165 તથા બિયર નંગ 24 એમ કુલ કિંમત રૂ.44,800 નો પ્રોહિબિશનનો મુદામાલ મળી આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી વી.એલ.પરમાર તથા રાપર પોલીસ સ્ટાફ દ્રારા ઉપરોક્ત સફળ કામગીરી કરવામાં આવેલ છે.