મોરબીના લાલપર ગામ નજીકથી બાઈકની તસ્કરી

મોરબીના લાલપર ગામ નજીક સિરામિકના ગેટ પાસેથી યુવાનનું બાઈક અજાણ્યો ઈસમ તસ્કરી ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં લખાવાઇ છે. મળતી માહિતી અનુસાર મોરબીના પાવન પાર્કમાં રહેતા ઋષિ પ્રકાશભાઈ કોરડીયા (ઉ.૨૨) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ લખાવી છે કે ગત.૧૦-૦૨-૨૦૨૨ ના રાત્રીના અરસામાં લાલપર ગામ માઈક્રો ટેક સિરામિક લેબના કારખાનાના ગેટ પાસેથીથી તેનું મોટર સાઈકલ હીરો હોન્ડા સીડી-૧૧૦ જીજે ૧૧ સીઈ ૩૪૮૮ કિમત રૂ.૩૫,૦૦૦ કોઈ અજાણ્યો શખ્સ તસ્કરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ લખાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.