મોરબીના ખેવારીયા ગામે જુગાર રમતા પાંચ ઇસમો પકડાયા

મોરબીના ખેવારીયા ગામે બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખેવારીયા ગામે બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં જુગાર રમતા પ્રવીણસિંહ બાબુભા જાડેજા, હંસરાજભાઈ મનજીભાઈ જીવાણી, સુરેશભાઈ મુળજીભાઈ સેરસીયા, નારણભાઈ લાખાભાઈ સુશરા અને મનજીભાઈ કાનજીભાઈ સધરાકિયાને રોકડ રકમ રૂ.૩,૦૧૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.