મોરબીના શનાળા રોડ પરથી થેલામાં ભરી વેચવા નીકળેલ બે ઇસમોને ઝડપી પાડ્યા

મોરબીના શનાળા રોડ પર થી થેલામાં દારૂનો જથ્થો ભરી વેચાણ કરવા જતા બે ઇસમોને મોરબી બી ડીવીઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીકથી પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મોરબીના શનાળા રોડ પર વિઠ્ઠલનગરમાં રહેતા અનિલભાઈ ઉર્ફે જય જાદવ પાસેથી વિદેશી દારૂનો જથ્થો થેલામાં ભરી વેચાણ કરવા માટે જયદીપભાઈ દિનેશભાઈ ડાભી અને ગોપાલભાઈ વિનોદભાઈ પરમાર બંને જતા હોય દરમિયાન મોરબીની ત્રાજપર ચોકડી પાસે મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે તપાસમાં હોય ત્યારે જયદીપ અને ગોપાલ શંકાસ્પદ જણાતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૮ કિંમત રૂ.૧૩,૪૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી જયદીપ અને ગોપાલને પકડી પાડી આરોપી અનીલને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.