નવાગામ ધેડમાં શરાબની 12 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

જામનગરના મધુરમ સોસાયટીમાં શરાબની 12 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે સત્યમ કોલોની અન્ડરબ્રીજ પાસે શરાબ સાથે એક પોલીસની ઝપટમાં આવ્યો હતો. જેમાં સપ્લાયરની સંડોવણી સામે આવી હતી. જામનગર નવાગામ ધેડ મધુરમ સોસાયટી શેરી નં 3માં રહેતા રવિ વિનોદ જેઠવા નામના ઇસમના ભોગવટાના મકાનમાં સીટી-બી પોલીસે રેડ પાડી દારૂની 12 બોટલ જપ્ત કરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.