મોરબીના જુના ધુટુ રોડ પરથી યુવાને બાઈકની તસ્કરી કરી

મોરબીના જુના ધુટુ રોડ પર ઝીલટોપ સિરામિક નજીકથી બાઈકની તસ્કરી એક ઈસમને તસ્કરી થયાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં લખાવાઈ છે. મળતી માહિતી અનુસાર મોરબીના લખધીરપુર રોડ પર ટેગે અલી ટાયર પંચરની દુકાના ધરાવતા અને ત્યાં જ રહેતા મોહમદભાઈ આબિદભાઈ તૈયબઅલી એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે ગત તા.૨૩-૦૧-૨૦૨૨ ના રાત્રીના  અરસા દરમિયાન જુના ધુટુ રોડ પર ઝીલટોપ સિરામિક સામે ચિંતન વિધાલયની બાજુમાંથી તેનું મોટર સાઈકલ હીરો હોન્ડા ડ્રીમ યુગા જીજે ૩૬ જે ૩૦૮૮ કિંમત રૂ.૨૫,૦૦૦ વાળું આરોપી હાજીભાઈ અકબરભાઈ માણેક રહે-સો ઓરડી વાળો તસ્કરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ દાખલ કરાઇ છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.