જામજોધપુરના ગીંગણી ગામના ખેડુતની વાડીમાંથી રૂ.1.42 લાખના કપાસની ઉઠાંતરી

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં તસ્કરીનો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગીંગણી ગામના એક ખેડૂતની વાડીમાંથી કોઇ તસ્કરો રૂપિયા એક લાખ 42 હજારની કિંમતનો 75 મણ કપાસ તસ્કરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં લખાવતા ચકચાર જાગી છે. જામજોધપુર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ બનાવની વિગતો એવી છે કે જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ભાવેશભાઇ રતિલાલભાઇ પટેલ નામના ખેડુત યુવાને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પોતાની વાડીમાંથી રૂપિયા 1,42,500 ની કિંમતનું 75 મણ કપાસ કોઇ તસ્કરો તસ્કરી કરી લઇ ગયાની ફરીયાદ લખાવી છે.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.