મોરબીના ધુટુ ગામ પાસે બાઈક ચાલકને આઈસર ટ્રકે હડફેટે લેતા આધેડને ઈજાઓ પહોચી

મોરબી હળવદ હાઈવે પર ધુટુ ગામ પાસે બાઈક ચાલકને આઈસર ટ્રકે હડફેટે લેતા આધેડને ઈજાઓ થઈ હતી. તો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ લખાવાઇ છે. મળતી માહિતી અનુસાર મોરબીના શોભેસ્વર રોડ પર વાણીયા સોસાયટીમાં રહેતા લખમણભાઈ માયાભાઈ ઉર્ફે માત્રાભાઈ મુંધવા (ઉ.૪૭) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ લખાવી છે કે ફરિયાદી લખમણભાઈ તેનું મોટર સાઈકલ જીજે ૧૩ કયુંકયું ૬૬૭૦ વાળી લઈને મોરબી હળવદ હાઈવે પર જતા હોય દરમિયાન ધુટુ ગામથી આગળ રોડ પર જતા હોય ત્યારે પાછળથી એક આઈસર ટ્રક જીજે ૩૬ વી ૦૦૪૨ ના ચાલકે પોતાનું વાહન આઈસર પુર ઝડપે ચલાવી ફરિયાદીના મોટર સાઈકલ સાથે અકસ્માત સર્જી દેતા મોટર સાઈકલ ચાલકને ઈજાઓ થઈ હતી અને ટ્રક ચાલક ટ્રક સ્થળ પર મૂકી નાશી છૂટ્યો હોવાની ફરિયાદ લખાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.