જામનગરમાં વામ્બે આવાસમાં સાત મહિલા સહિત નવ ઇસમો તીનપતીનો જુગાર રમતા ઝડપાયા

ઝડપાયા જામનગરમાં વામ્બે આવાસના ત્રણ માળિયામાં દરોડો પાડી ત્રણ માળીયા વામ્બે આવાસ બ્લોક નં-14 પાસે જાહેર જુગાર રમતી સાત મહિલાઓ સહીત નવ ઇસમોને સીટી સી ડીવીજન પોલીસે ઝડપી લીધા છે. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા ત્રીસ હજાર ઉપરાંતની રોકડ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. જામનગરમાં વામ્બે આવાસમાં બ્લોક નમ્બર 14 પાસે જાહેરમાં અમુક મહિલાઓ પુરુષો સાથે જુગાર રમતી હોવાની સીટી સી ડીવીજન પોલીસને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ઉપરોક્ત સ્થળે મહીલાઓ તથા પૂરૂષ જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમતા આબાદ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગાર રમતા આમદભાઇ ઉર્ફે કાકા તૈયબભાઇ ચના, રાણશી કેશુભાઇ સંઘીયા, પુજાબેન દીપકભાઇ રામ સવંતરાય યાદવ, પ્રભાબેન મંગાભાઇ હીરાભાઇ પરમાર, ફરીદાબેન શબ્બીરભાઇ ઇશાકભાઇ ભાયા, ગંગાબેન વસરામભાઇ ચંત્રભુજ ગોરી, શંતાબેન પરસોતમભાઇ કાનજીભાઇ શેઠીયા, હંશાબેન પ્રકાશભાઇ મનસુખભાઇ ગુસાઇ, અંકીતાબેન અમીતભાઇ મગનભાઇ કડીવાડ જામનગરવાળા ઇસમોને ઝડપી લીધા હતા. આ તમામના કબજામાંથી પોલીસે રૂપિયા 30,300 ની રોકડ જપ્ત કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.