કેશોદમાં ૩૦ હજાર રોકડની ઘરફોડ તસ્કરી

કેશોદ અજાબ રોડ પર બંધ મકાનનું તાળુ તોડી ૩૦ હજારની રોકડ તસ્કરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર રોડ પર ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા ગૌરીબેન હરજીભાઈ ચૌહાણના બંધ મકાનના તાળા તોડી કબાટના ખાના અને તિજોરીમાંથી ૩૦ હજારની રોકડની તસ્કરી થઇ તે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.