હળવદના ઈસમને છરી સાથે માળીયા મિયાંણા પોલીસ પકડી પાડ્યો

માળીયા મિયાંણાના વાડા વિસ્તારમાંથી હળવદના ઈસમને ધારદાર છરી સાથે માળીયા મિયાંણા પોલીસ ઝડપી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર સાંજના અરસામાં માળીયા મિયાંણા પોલીસનો સ્ટાફ ગુનેગારોને પકડવા પેટ્રોલિંગમાં હતો. ત્યારે વાડા વિસ્તારમાં ઇકબાલ ઈસા મોવર નામનો ઈસમ તેમના પેન્ટના નેફામાં ધારદાર અણીવાળી છરી સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસ જિલ્લા મીજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામના ભંગ બદલ ઇકબાલ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ કરી હતી.