મોરબીના નવલખી રોડ પરથી ગેરકાયદેસર દેશી રિવોલ્વર સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી શહેરના નવલખી રોડ પરથી એસઓજી ટીમે ગેરકાયદેસર દેશી રિવોલ્વર સાથે એક શખ્સને પકડી પાડીને કાયદેસરની તજવીજ હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાની સુચનાથી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મોરબીના નવલખી રોડ પરથી આરોપી અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઈ રૂદાતલા રહે યમુનાનગર મોરબી વાળાને ગેરકાયદેસર લાયસન્સ વગર દેશી બનાવટની રિવોલ્વર કિંમત રૂ.૧૦,૦૦૦ સાથે પકડી પાડીને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે. જે કામગીરીમાં એસઓજી પીઆઈ જે એમ આલ, પીએસઆઈ પી જી પનારા, શેખાભાઈ મોરી, રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા અને સંદીપભાઈ માવલા સહિતની ટીમ જોડાયેલ હતી.