સુરેન્દ્રનગરમાંથી બાઈક તસ્કરી કરનાર ઈસમને વાંકાનેર પોલીસે પકડી પાડ્યો

વાંકાનેર તાલુકા પોલીસ એક ઈસમને શંકાસ્પદ બાઇક સાથે પકડ્યા બાદ આ બાઇક સુરેન્દ્રનગરમાંથી ચોરાયું હોવાનું બહાર આવતા ધોરણસરની તપાસ હાથ ધરાઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના વચ્ચે વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પી. જી. પનારા સહિતનો કાફલો ગુનેગારોને શોધવા કાર્યરત હતો.