હળવદની વાડીમાં ઘોડીપાસા જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

હળવદ ગામની સીમમાં આવેલ વાડીમાં ઘોડીપાસા જુગાર રમાતો હોય જ્યાં દરોડો પાડીને એલસીબી ટીમે ચાર શખ્સોને પકડી પાડ્યા હતા અને ૧.૪૮ લાખનો મુદામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ ગામની સીમમાં ટીકર રોડ પર મકારી હનુમાનજી મંદિર પાછળ વાડીમાં પતરાના ઢાળિયા નીચે સત્તાર એહમદ ઘાંચી બહારથી માણસો બોલાવી ઘોડીપાસા જુગાર ક્લબ ચલાવતો હોવાની બાતમીને પગલે ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા સત્તાર એહમદ લોલાડીયા, સામત રામજી ઝાપડા, હસમુખ પ્રભુભાઈ ગણેશીયા રહે ત્રણેય હળવદ અને મહેશ લાલજીભાઈ પઢેરીયા રહે ધ્રાંગધ્રા વાળાને પકડી પાડીને ૧.૪૮ લાખની રોકડ રકમ કબ્જે કરી અને ઘોડીપાસા નંગ ૦૨ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, ચંદુભાઈ કણોતરા, નીરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, સતીષ કાંજીયા સહિતની ટીમ જોડાયેલ હતી.