કેશોદમાં બાઈક તસ્કરી કરનાર 1 ઈસમ પકડાયો, એકનું નામ ખુલ્યું

કેશોદમાં થોડા સમય પહેલાં બાઈક તસ્કરીનો બનાવ બન્યો હતો. પોલીસે બે ઈસમને પકડી પાડીને  તપાસ હાથ ધરી હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર કેશોદમાં શિવ કોમ્પલેક્ષમાં પાર્ક કરેલી બાઈકની તસ્કરી થઈ હતી. અને ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ચૌહાણ, પીએસઆઈ કે.એસ. ડાંગર, દેવાભાઈ એલ. ભારાઈ, સુખદેવસિંહ સીસદિયા, જયેશભાઈ ભેડા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. બાતમીનાં આધારે વોચ ગોઠવી બાઈક ચાલકને અટકાવી તપાસ કરતા આ બાઈક તસ્કરી કરી હોવાની કબૂલાત આપી હતી. અને વિક્રમ રણછોડ સોલંકીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન હમીર વિરા પરમારનું નામ બહાર આવતા તેમની ધરપકડ કરવાની તજવીજ પણ હાથ ધરી હતી.