ધાનેરામાં બંધ મકાનની અગાસીના દરવાજાનો નકૂચો તોડી નિશાચરો રૂ.29,500 ની મત્તાની તસ્કરી કરી ગયા

ધાનેરામાં બંધ મકાનની અગાસીના દરવાજાનો નકૂચો તોડી ત્રાટકેલા નિશાચરોએ નાગદેવતાને ચાંદીની મૂર્તિ સહિત રૂપિયા 29,500 નો મુદ્દામાલની તસ્કરી કરી ગયા હતા. મુંબઈના વેપારીને તસ્કરી થઇ હોવાની જાણ થતાં તેમણે ધાનેરા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ધાનેરાના નિલેશ બાબુલાલ જોગાણી ધંધાર્થે મુંબઈ સ્થાયી થયા છે. જેમની બાપદાદાની મિલકતમાં એક મકાન ધાનેરા ખાતે છે. જેની ગામના અરવિંદજી સવાજી રાજપુત સાર સંભાળ રાખે છે. દરમિયાન આ બંધ મકાનની અગાસીનો દરવાજાનો નકૂચો તોડી નિશાચરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યાંથી રૂ.20,500 ની નાગદેવતાની ચાંદીની મૂર્તિ આશરે 750 ગ્રામ, રૂપિયા 3000 નું ચાંદીનું ધુપીયું દિવેટિયું 100 ગ્રામ, તેમજ સ્ટોર રૂમમાંથી એલ્યુમિનિયમના 3 તપેલા, ગેસનો બાટલો, કાસા પિત્તળની થાળીઓ ૩ નંગ, બાથરૂમમાં ફિટ કરેલ ગીઝર, સ્ટીલના નળ નંગ 15, હિંચકાના પિત્તળના સાંકળ સાથે નાકડા, ધાબા ઉપર મૂકેલી એલ્યુમિનિયમની સીડી સહિત કુલ રૂપિયા 29,500 ના મુદ્દામાલની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરી થઇ હોવાની જાણ થતા નિલેશભાઈ જોગાણીએ ધાનેરા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઈ હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.