મોરબીમાં રેલવે સ્ટેશનના ગેઇટ પાસેથી ગેરકાયદેસર રિવોલ્વર સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશનના ગેઇટ પાસેથી પસાર થતા યુવાન પાસેથી દેશી બનાવટની રિવોલ્વર મળી આપતા પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનું હથિયાર જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. જાણવા મળતી વિગત પ્રમાણે નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશનના ગેઇટ પાસે એસઓજીની ટીમ વોચમાં હતી અને મળેલ બાતમીના આધારે ત્યાંથી નીકળેલા એક યુવાને રોકીને ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી માટે 10,000 રૂપિયાની કિંમતનું હથિયાર જપ્ત કરીને પોલીસે અલ્પેશભાઈ ચંદુભાઇ રૂદાતલા કોળી (ઉંમર 22) રહે. યમુનાનગર સોસાયટી નવલખી રોડ મોરબી મૂળ અમરાપર નાગલપરની અટક કરેલ છે. તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું હતું. તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.