ભચાઉમાં ચોરાઉ બાઈક સાથે શખ્સ પકડાયો 

ભચાઉમાં ચોરાઉ મનાતી બાઈક સાથે પોલીસે શખ્સને પકડી લીધો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પુર્વ બાતમીના આધારે ભચાઉ પોલીસે માન સરોવર ફાટક પાસે મોડી સાંજના અરસામાં કાર્યવાહી કરી હતી. ભવાનીપુર બાજુથી આરોપી દિનેશ જીવા ભીલ પસાર થતા તેને રોકીને તપાસ કરાઈ હતી. આરોપી બાઈકના કાગળ અને આધાર પુરાવા રજુ કરી શકયો ન હતો. પોકેટ કોપમાં તપાસ કરતા જી.જે.12.બી.કે. 4570 નંબરની બાઈક ઈશાક દાઉદ કુંભારની હોવાનું માલુમ પડયું હતું. પુછપરછ બાદ બાઈક અંજારથી તસ્કરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.