રાપર તાલુકાના આડેસરમાં સાગરીતોનો યુવાન ઉપર લોખંડના પાઈપ વડે હુમલો

રાપર તાલુકાના આડેસરમાં અગાઉની અદાવતમાં સાગરીતે યુવાનને માર મારી રોડ ઉપર ઢસેડયો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ બનાવ બપોરના અરસામાં ફુલવાડી વાસમાં બન્યો હતો. આરોપી રણજીત વજેરામ દાદલે ફરીયાદી રાજેશ મનજી પરમાર સાથે બાઈક ભટકાડી હતી. અને લોખંડના પાઈપ વડે માર મારી આંગળીમાં અસ્થિભંગ સહીતની ઈજા કરી હતી. અને રોડ ઉપર પાડી દઈ ઢસેડયો હતો. ફરીયાદીના ભાઈએ આરોપી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. તેનું મનદુ:ખ રાખી હુમલો કર્યો હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.