ચોરીનો શક પડતો એલ્યુમીનીયન વાયરની ફિડલા મુદામાલ સાથે બોલેરો પિકઅપ વાહન પકડી પાડતી સામખીયારી પોલીસ

સરહદી રેન્જ ભુજના પોલીસ મહા નિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક સાહેબશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ કે.જી.ઝાલા સાહેબ શ્રી તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર રાપર સાહેબશ્રી નાઓ તરફથી મિલકત સંબધી ગુનાઓ બનતા રોકવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધવા મળેલ સુચના અનુસંધાને સામખીયારી પોલીસ ગત રાત્રિના નાઈટ પેટ્રોલીંગ વાહન ચેકિંગ દરમ્યાન સામખીયારી ચામુંડા હોટલ ચાર રસ્તા થી એક બોલેરો પિકઅપ વાહન શંકાસ્પદ હાલતમાં નીકળતા જે વાહન ઉભુ રખાવવા સંકેત આપતા રોકેલ નહીં અને ભચાઉ તરફ ભાગાડેલ જેનો પીછો કરવા છતાં હાથ લાગેલા નહીં જેથી ભચાઉ પોલીસને આ બાબતે જાણ કરવામાં આવેલ તેમ છતાં વાહન હાથ આવેલ નહીં જેની સામખીયારી પોલીસ તથા ભચાઉ પોલીસ સ્ટાફ તપાસમાં હતા દરમ્યાન એચ.સી. સુભાષચંન્દ્ર લાલજીભાઇ સામખીયારી પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મલેક કે લખપત તા. ભચાઉ તરફ રોડની બાજુમાં બાવળઇ ઝાડીમાં બોલેરો પિકઅપ શંકાસ્પદ પડેલ છે જે બાતમી આધારે તપાસ કરતાં બોલેરો પિકઅપ જેના પાછળના ઠાઠામાં એલ્યુમીનીયમના વાયરના ફિડલા ભરેલ જેનું કુલ વજન 1200 કિલો કિંમત રૂ.1,80,000 તથા બોલેરો પિકઅપ મળી કુલ કિંમત રૂ.4,80,000 ચોરીનો શક પડતો મુદામાલ સી.આર.પી.સી.કલમ મુજબ કબકે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં સામખીયારી પોલીસ સ્ટેશનના પો.સ.ઇન્સ એન.કે.ચૌધરી તથા સામખીયારી પોલીસ સ્ટાફ તથા પો.ઇન્સ આર.આર.વસાવા તથા ભચાઉ પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ છે.