મોરબી તાલુકાના બેલા ગામની સીમમાંથી એક ઇસમને વિદેશી શરાબની ૪ બોટલ સાથે ઝડપી પાડ્યો

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પીપળી-જેતપર રોડ પરના બેલા ગામની સીમમાંથી મોરબીના એક ઈસમને રૂ.૧,૨૦૦ ની વિદેશી દારૂની ૪ બોટલ સાથે પઝડપી પાડીને કાયદેસરની તજવીજ હાથ ધરી છે. પીપળી-જેતપર રોડ પરના બેલા ગામની સીમમાંથી અકરમ મહેબૂબ શાહમદારને મોરબી તાલુકા પોલીસ સ્ટાફે રૂ.૧,૨૦૦ ની ૪ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. અકરમ સામે હેડકોન્સ્ટેબલ મનીષભાઈ બારૈયાએ ફરિયાદી બની ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.