વિસાવદરના વેકરિયા ગામેથી રૂા. 82 હજારનાં કપાસની તસ્કરી

images-3-9

જૂનાગઢ,વિસાવદરના વેકરીયા ગામે રહેતા પટેલના ખેતરના શેઢે રાખેલ કપાસની નવ ગાંસડી કપાસ રૂ.82 હજારનો કોઇ અજાણ્યા નિશાચરો તસ્કરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાઈ છે. વિસાવદરથી 19 કિ.મી. દૂર વેકરીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા ઉકાભાઇ વલ્લભભાઇ કોરાટની વાડીના ખેતરના શેઢે કપાસ ભરેલી નવ ગાંસડી વજન 819 કિલો રૂ.82 હજાર લઇ ગયાની ફરિયાદ લખાવી છે. વિવસાવદર એએસઆઈ કે.ડી. મારુએ કાર્યવાહી હાથ ધરી છે.