બોરસદ અને ઉમરેઠમાંથી જુગાર રમતાં આઠ સાગરીતો પકડાયા

બોરસદ અને ઉમરેઠમાંથી પોલીસે બાતમીના આધારે બોરસદ અને ઉમરેઠમાંથી જુગાર રમતાં આઠ સાગરીતોને પકડી પાડી તેમની પાસેથી રૂપિયા 10,700નો મુદ્દામાલ જપ્ત કરી આઠેય સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ બોરસદના જાખલી તળાવ સ્થિત ખાડા પાસે કેટલાંક સાગરીતો ભેગા મળીને જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી બોરસદ પોલીસને મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ભૂપેન્દ્ર ઉર્ફે ભોપો રજની, રવિ કિશન ચૌહાણ અને ગુલાબ નગીન દેવીપૂજક રંગેહાથ પકડાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રૂપિયા 320 જપ્ત કર્યા હતા. બીજી તરફ ઉમરેઠના ખારવાવાડીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં પાંચ સાગરીતો હિતેશ રાવજી પટેલ, દક્ષેશ મોતી પટેલ, જગદીશ મનુ ઝાલા, અલ્પેશ મોતી પટેલ અને પ્રકાશ સોમા ચાવડાને પોલીસે રૂપિયા 10,480ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.