રફાળિયાના પાસેથી શરાબની ૨ બોટલ સાથે એક શખ્સને દબોચી લીધો

મોરબી તાલુકા પોલીસ સ્ટાફે રફાળિયા જીઆઈડીસી વિસ્તારના શીતળા માતાજીના મંદિર પાસેથી તે જ ગામના એક ઈસમને વિલાયતી દારૂની ૨ બોટલ સાથે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી. મોરબી તાલુકાના રફાળીયા જી.આઇ.ડી.સી. શિતળામાતાના મંદિર પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા એક ઈસમને રોકી પોલીસ પૂછપરછ કરતાં તેમનું નામ રાજેશ રમેશ બાંભણવા હોવાનું રફાળિયા ગામનો હોવાનું જણાવ્યું હતું.